Workshops for Students
કારકિર્દીની પસંદગી:
શ્રેષ્ઠ નોકરી કે વ્યવસાયનું સપનું દરેક વિદ્યાર્થીને હોય છે, તેથી સૌ કોઈ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ મુદ્દા ઉપર પોતાને જોવાની
મહત્વાકાંક્ષા રાખે છે. કારકિર્દીની પસંદગીમાં કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ? પસંદગીમાં રસને કેટલું પ્રાધાન્ય હોય છે?
ભવિષ્યમાં કયા અભ્યાસક્રમો મહત્ત્વના બનશે? આ તમામની સચોટ જાણકારી સાથેની તાલીમ એટલે કારકિર્દીની પસંદગીની તાલીમ.
આરોગ્ય સંભાળ:
જેઓ ‘હેલ્થ ઇઝ વેલ્થ’ નો નિબંધ બહુ સારી રીતે લખી શકે છે તેવા વિદ્યાર્થીઓ સ્વયં આરોગ્ય બાબતે સભાન હોય છે ખરા? વિદ્યાર્થી તરીકે આહાર-વિહારની કઈ કઈ બાબતો તમને શરીર-મનથી તંદુરસ્ત રાખી શકે છે? એવી કઈ પ્રવૃત્તિઓ થકી તમે તમારી ક્ષમતાને વધારી શકો છો? આ સવાલોના જવાબો આ તાલીમ વર્ગમાં મળશે.
સુપર સ્ટુડન્ટ બનો!
દરેક વિધાર્થીનું ઇચ્છતા હોય છે કે તે ઉચ્ચતમ પરિણામ દ્વારા સૌને આશ્ચર્યચકિત કરે. શું એવું શક્ય છે ખરું? હા કેટલીક ખાસ સુટેવો અને રીતો દ્વારા સામાન્ય વિદ્યાર્થી ‘સુપર સ્ટુડન્ટ’ સુધી પહોંચી શકે છે. આત્મવિશ્વાસ અને સ્માર્ટ વર્ક દ્વારા પોતાના પરિણામને કેવી રીતે ઉત્તમ બનાવી શકાય છે તે જાણો આ તાલીમ વર્ગમાં.
Contact Form for Workshop: