top of page
Anchor 1

Workshop for Teachers

વર્ગખંડ સંચાલન:


શાળાના શિક્ષણનો એક સનાતન ઉદ્દેશ હોય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આની સફળતાનો આધાર જુદા જુદા વિષયોના
અસરકારક અધ્યાપન પર તો ખરો જ, પણ તેની સાથે વિદ્યાર્થીઓના સાંવેગિક અને સામાજિક વર્તનનું કેવી રીતે સંતુલન રખાય છે તેના પર પણ હોય છે. આ માટે અશાબ્દિક સંવાદ, પ્રેરણા, નિયમો વગેરે દ્વારા કઈ રીતે વર્ગખંડ પ્રવૃત્તિને મહત્તમ રીતે લાભદાયી બનાવી શકાય તેની તાલીમ.


ટીમ વર્ક કૌશલ્ય:


શાળાનું કેમ્પસ અનેક પ્રકારની વિવિધતા સાથેના શૈક્ષણિક-બિનશૈક્ષણિક વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓનો એક લઘુ સમાજ છે. તેમાં થતી દરેક પ્રવૃત્તિઓમાં એક કરતા વધુ વ્યક્તિઓનું પ્રત્યક્ષ અને પરોક્ષ જોડાણ હોય છે. ઉત્તમ શૈક્ષણિક પરિણામો માટે પરસ્પર કેવા વ્યવહાર અને વર્તનની જરૂર પડે છે તેની સમજ આ તાલીમ વર્ગમાં સામેલ છે. વિવિધતામાં એકતાનો આદર્શ શાળામાં કેવી રીતે સ્થાપી શકાય તે જાણો આ તાલીમ વર્ગ દ્વારા.


પ્રશ્નપત્ર સંરચના:


શિક્ષકોના ભાગે આવતા મુખ્ય બે કામો છે અધ્યાપન અને મૂલ્યાંકન. જે શીખવ્યું છે તે વિદ્યાર્થી સુધી કેટલા અને કેવા સ્વરૂપે પહોચ્યું છે તે જાણવાની અનેક પદ્ધતિઓ છે. આની જાણકારી વિના ન્યાયી મૂલ્યાંકન ન જ થઈ શકે. પ્રશ્નના પ્રકારો દ્વારા વિદ્યાર્થીઓની વિવિધ ક્ષમતા કેવી રીતે ચકાસી શકાય તેનું માર્ગદર્શન મેળવવા માટે આ તાલીમ વર્ગ ઉપયોગી નીવડશે.

 

નવી ટેકનોલોજીનો પરિચય:


દરેકને પોતાનો જમાનો હોય છે તેમ દરેક જમાનાને પોતાની ટેકનોલોજી હોય છે. શાળા શિક્ષણમાં શૈક્ષણિક ટેકનોલોજીનું મહત્વ કાયમનું છે. પરંતુ સમય સાથે તેમાં આવેલા ફેરફારથી શિક્ષકો વાકેફ છે ખરા? જો આનો જવાબ ના હોય તો આ તાલીમ દ્વારા તમે વર્ગખંડ શિક્ષણમાં પ્રયોજી શકાય તેવી કેટલીક ટેકનોલોજી વિશે જાણકારી અને માર્ગદર્શન મેળવી શકશો.

પાયાના શિક્ષણનું આયોજન:


બાળમંદિરથી બીજા ધોરણના તબક્કા સુધીમાં બાળકના મગજની વિવિધ ક્ષમતાઓનો વિકાસ મહત્તમ કક્ષાએ પૂર્ણ થઇ જતો હોય છે. તેથી જ આ સમયગાળાના શિક્ષણને બુનિયાદી કે પાયાનું શિક્ષણ કહે છે. પાયાના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય? તેમનામાં કેવી ક્ષમતાઓ અનિવાર્ય હોય છે? અને કેવી પ્રવૃત્તિઓ બાળકના વિકાસમાં પ્રોત્સાહક બને છે વગેરે જેવી બાબતોનું માર્ગદર્શન આ તાલીમ વર્ગમાં મળે છે.

Anchor 2

Contact Form for Workshop:

Anchor 3

Thank you for your message. We'll get back to you at earliest.

bottom of page