General Instructions
Before you enroll into any course on VPEduCare, please read these instructions carefully. If you've any questions, contact us through this page.
Common Instructions for Courses:
અભ્યાસક્રમ માટેની સામાન્ય માહિતી:
1. આ અભ્યાસક્રમો મહદંશે ગુજરાતી ભાષામાં હશે. તેમ છતાં ભવિષ્યમાં અન્ય ભાષા વિશે વિચારાશે.
2. આ અભ્યાસક્રમો મૂળભૂત રીતે કોઈ આવડત અને સમજણ સાથે સંબંધિત હશે અને તેની રજૂઆત સંક્ષિપ્ત અને સચોટ સ્વરૂપમાં હશે. તેથી આપ પૂરી નિષ્ઠા અને વફાદારીથી તેમાં જોડાશો તેવી અપેક્ષા છે.
3. કોઈપણ અભ્યાસક્રમ નિ:શુલ્ક નથી. પરવડી શકે તેવી કિંમતે તેમાં ગમે ત્યારે જોડાઈ શકાશે.
4. જે તારીખે નોંધણી થાય ત્યાર પછી મહત્તમ 15 દિવસ સુધીમાં આ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવાનો રહેશે. ત્યારબાદ નોંધણી આપોઆપ રદ થશે. અને ફરીથી એ અભ્યાસક્રમ કરવા ઇચ્છશો તો તે માટે નવેસરથી નોધણી કરાવવી પડશે.
5. દરેક અભ્યાસક્રમમાં કસોટીઓ (Tests) અને કાર્યો (Task) હશે, જેને નિર્ધારિત સમયગાળામાં ફરજિયાત પૂર્ણ કરવાના રહેશે, અને તે ઓડિયો, વિડિયો કે પ્રિન્ટ સ્વરૂપમાં હોઈ શકે છે.
6. આ કસોટીઓ અને કાર્યો ગુણ આધારિત નથી. ન આવડે તો કોર્સના લખાણમાં જઈ સાચો જવાબ શોધવા પ્રયત્ન કરવો. આ કોર્સ દ્વારા તમારી સમજણ, આવડત કે બંને વધે તે જ અમારે મન સૌથી મહત્વનું છે.
7. અભ્યાસક્રમ પૂર્ણ થાય પછી અમારા તજજ્ઞો ચકાસણી કરી પ્રમાણપત્ર ડિજિટલ સ્વરૂપમાં ત્રણ દિવસ સુધીમાં ઇ-મેઇલ દ્વારા આપને પહોંચાડશે.