About
શિક્ષણથી રૉબોટનું સર્જન થાય. પણ શિક્ષક સ્વયં રૉબોટ બની જાય તો? આચાર્ય સામે એક શિક્ષકને બોલતા સાંભળ્યા હતા, ‘કેટલાયે વિદ્યાર્થીઓ મારા હાથ નીચે ભણી ગયા. મારે હવે તાલીમની જરૂર નથી!’ એક વિચારશીલ પ્રશ્ન છે. જે બીજાને ભણાવે તેને વળી તાલીમની જરૂર હોય ખરી? જો આપના મનમાં પણ આવો પ્રશ્ન હોય તો તેનો જવાબ તમને આ કોર્સ પૂર્ણ કર્યા પછી જરૂર મળી જશે. જેમ સારું વકતૃત્વ કૌશલ્ય સમય, શક્તિ અને નાણાંથી વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે, તેમ નિયમિત રીતે તાલીમ પામેલ શિક્ષક એક જુદી જ આભા અને આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાનું સ્થાન બનાવે છે. તેથી તાલીમથી ભાગો નહીં, તેમાં જોડાઓ. કેમ કે, જે સતત શીખે તે શિક્ષક છે. તો પછી રાહ જોયા વિના જોડાઈ જાવ આ કોર્સમાં...
Price
₹99.00